રેડિયોએક્ટિવિટીના વિવિધ એકમો આપો અને તેમને વ્યાખ્યાયિત કરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) રેડિયોએક્ટિવિટી માટેનો $SI$ એકમ બેકવેરલ $(Bq)$ છે,જેનું નામ રેડિયોએક્ટિવિટીના શોધક હેનરી બેકવેરલના નામ પરથી રાખવામાં આવ્યું છે.
$(i)$ બેકવેરલ $(Bq)$: જે પદાર્થમાં પ્રતિ સેકન્ડ $1$ વિભંજન થાય છે,તેની એક્ટિવિટીને $1$ બેકવેરલ $(Bq)$ કહેવામાં આવે છે. $\therefore 1 \text{ } Bq = 1 \text{ decay/s}$.
$(ii)$ ક્યુરી $(Ci)$: જે પદાર્થમાં પ્રતિ સેકન્ડ $3.7 \times 10^{10}$ વિભંજન થાય છે,તેની એક્ટિવિટીને $1$ ક્યુરી $(Ci)$ કહેવામાં આવે છે. $\therefore 1 \text{ } Ci = 3.7 \times 10^{10} \text{ decay/s}$. વ્યવહારમાં તેના નાના એકમો વપરાય છે: $1 \text{ } mCi = 3.7 \times 10^{7} \text{ decay/s} = 10^{-3} \text{ } Ci$ અને $1 \text{ } \mu Ci = 3.7 \times 10^{4} \text{ decay/s} = 10^{-6} \text{ } Ci$. ક્યુરી એ જૂનો પ્રાયોગિક એકમ છે.
$(iii)$ રધરફોર્ડ $(rd)$: રેડિયોએક્ટિવ પદાર્થના જે જથ્થામાં પ્રતિ સેકન્ડ $10^{6}$ (દસ લાખ) ન્યુક્લિયસનું વિભંજન થાય છે,તેને રધરફોર્ડ $(rd)$ કહેવામાં આવે છે. $\therefore 1 \text{ } rd = 10^{6} \text{ decay/s}$.

Explore More

Similar Questions

$A$ અને $B$ બે રેડિયો-ઍક્ટિવ તત્વો છે. તેમના અર્ધઆયુ અનુક્રમે $1 \, year$ અને $2 \, years$ છે. પ્રારંભમાં $A$ નો $10 \, g$ અને $B$ નો $1 \, g$ જથ્થો લેવામાં આવે છે,તો કેટલા વર્ષ બાદ તેમનો બાકી રહેલો જથ્થો સમાન થશે?

એક પદાર્થ માટે,તેના સરેરાશ આયુષ્ય દરમિયાન તેના પ્રારંભિક જથ્થા $(N_0)$ નો કેટલો અંશ વિઘટન પામશે? $(e = 2.71)$

એક રેડિયોએક્ટિવ તત્વનું પરમાણુ વજન $M_w \, g/mol$ છે. તેના $m \, g$ દળની રેડિયોએક્ટિવિટી કેટલી થાય? ($N_A =$ એવોગેડ્રો આંક,$\lambda =$ ક્ષય અચળાંક)

એક રેડિયોએક્ટિવ તત્વનો અર્ધ-આયુષ્ય સમય $10 \ h$ છે. $40 \ h$ પછી તત્વની પ્રારંભિક રેડિયોએક્ટિવિટીનો કેટલો અંશ બાકી રહેશે?

એક રેડિયોએક્ટિવ પદાર્થનો અર્ધ-આયુષ્ય સમય $T$ છે. બધા જ ન્યુક્લિયસનું વિઘટન થવા માટે લાગતો સમય કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo